મોરબીના બૌદ્ધનગરમાં ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌદ્ધનગરમાં પરિણીતાએ ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે મૃત્યું નોંધ કરીને આપઘાત કરી લેવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના નજરબાગ રેલવે સ્ટેશન નજીક આવેલ બૌદ્ધનગરમાં રહેતા હેતલબેન ઉર્ફે હીનાબેન અશોકભાઈ સોલંકી ઉ.25 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હીનાબેનના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આપઘાત અંગેનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.