મોરબી શહેરના વાઘપરામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાંથી આરોપી કીર્તિભાઈ ઉર્ફે કાનજીભાઈ છબીલભાઈ કોટેચા ઉ.50 નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબજે કર્યા હતા. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.