મોરબીની L.E. કોલેજ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

મોરબી: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજ રોજ તારીખ 29/03/2025 L. E .College મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. જેમાં કૉલેજ ના ઈનચાર્જ આચાર્ય ડૉ . મહેશ પંડ્યા સાહેબ સાથે NSS co Ordinator ડૉ.રજનીકાંત રાઠોડ અને તેમના ટીમના ડૉ.જે.બી.ભેડા અને કૉલેજ ના અધ્યાપકો તેમજ વિધાર્થી ઓ નો ખૂબ સારો સહકાર મળ્યો હતો.

ગાયત્રી પરિવાર મોરબી તરફથી શૈલેષ ભાઈ ભટ્ટ, અનિલ ભાઈ વીઠલાપરા, પાર્થ ભાઈ ગડારા, વાત્સલ્ય ભાઈ ગડારા હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાં ને વ્યસન મુક્ત કરવા માટેના સપત લેવડાવ્યા. જેમાં વિદ્યાર્થી ઓ તરફથી ખાત્રી આપવામાં આવી કે તે તો વ્યસન નહીં કરે પરંતુ જે વ્યસન કરતા હશે તેને વ્યસન મુક્ત કરીશું.