મોરબીમાં જાહેરનામાનો ભંગ કરનાર હોટલ સંચાલક વિરુદ્ધ ગુન્હો

મોરબી – માળીયા નેશનલ હાઇવે ઉપર ભરતનગર નજીક આવેલ હોટલ અન્નપૂર્ણા કાઠિયાવાડીના સંચાલક પૂર્ણ બહાદુર કમાનસિંહ સાઉદ ઉ.22 રહે.બેંગલૂરું કર્ણાટક વાળાએ હોટલમાં આવતા મુસાફરોની નોંધ પથિક સોફ્ટવેરમાં નહિ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામનો ભંગ કરતા એસઓજી પોલીસે જાહેરનામા ભંગ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.