મોરબી શહેરના કબીર ટેકરી મેઈન રોડ ઉપર ઠાકર લોજની પાછળ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી અવેશ અયુબભાઈ કાસમાણી રહે.કબીર ટેકરી -2 વાળાને રોકડા રૂપિયા 12 હજાર તેમજ મોબાઈલ ફોન અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં વરલીના આકડાની કપાત મહેસાણાના કડી ગામના રઉફ દોલાણી પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે રઉફને ફરાર દર્શાવી જુગારધારા અન્વયે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
