મોરબી તાલુકાના લગધીરપુર ગામના રમેશભાઈ ખાણધર નામના યુવાને અંદાજિત 60 થી વધુ વૃદ્ધ તેમજ ભાઈઓ અને બહેનોને મોરબીથી દ્વારકા સુધીની યાત્રા કરાવી હતી. ગત તારીખ 26 માર્ચના રોજ મોરબીથી યાત્રાળુઓને લઈને બસ દ્વારકા રવાન થઈ હતી. અને તારીખ 27ના રોજ તમામ યાત્રાળુઓને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવ્યા હતા. આ બે દિવસની યાત્રાનો તમામ ખર્ચ રમેશભાઈ ખાણધર દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. યાત્રાળુઓને સવારે નાસ્તો બપોર અને સાંજે ભોજનની સંપુર્ણ તથા એક રાત્રની રાત્રિ રોકાણ જેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્યારે રમેશભાઈ ખાણધરની આ ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ થકી આ યાત્રા સફળ બની હતી. તેમજ યાત્રાળુ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તથા દર્શન કરીને લગધીરપુર ગામના રમેશભાઈ ખાણધર તથા યાત્રાળુઓનું સમગ્ર ગ્રામજનો ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેમજ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.



