મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી સંજયભાઇ જયંતીભાઇ જંજવાડીયા, કિશનભાઇ લાભુભાઇ પાટડીયા, સંજય ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા, સુનીલભાઇ દેવસીભાઇ સુરેલા અને મહેશભાઇ માવજીભાઇ કાત્રોડીયા નામના પાંચેય આરોપીઓને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.