મોરબીમાં નરાધમ શખ્શોએ હદ વટાવી: એક નરાધમે વારંવાર દુષ્કર્મ અને બીજાએ સગીરા સાથે અડપલા કર્યાની ફરિયાદ

મોરબી શહેરમાં બે નરાધમ શખ્સોએ ગરીબ પરિવારની બે સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બારેક દિવસ પહેલા અપહરણ કરી જઈ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સામાં મુખ્ય આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું અને મદદગારીમાં રહેલા અન્ય એક શખ્સે સગીરાની નાની બહેન સાથે શારીરિક અડપલા કરતા મોરબીના રહેવાસી બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતી ગરીબ પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી મોરબીના સલીમ તાજુદીન બ્લોચ નામના નરાધમે આરોપી મિલન દિનેશભાઇ રાઠોડ, મોરબી વાળા સાથે મળી સગીરા અને તેની નાની બહેનનું લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે તા.18 માર્ચના રોજ અપહરણ કર્યું હતું. વધુમાં આ બનાવ અંગે સગીરાના માતાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આરોપી સલીમ તાજુદીન બ્લોચે તેમની 17 વર્ષની દીકરી સાથે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તેમજ આરોપી મિલન દિનેશ રાઠોડે 13 વર્ષની તેમની નાની દીકરી સાથે શારીરિક અડપલા કરી એક બીજાની મદદગારી કરી હતી. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.