કીડની અને ફેફસામાં ગંભીર બીમારી થયા બાદ જોખમી સર્જરી પાર કરીને યુવાનનો જીવ બચાવતી મોરબીની આયુષ હોસ્પિટલ

મોરબી: 23 વર્ષીય દર્દીને નાની વયે કીડની અને ફેફસાની ગંભીર બીમારી લાગુ પડી હતી. તેમને સાતએક વર્ષથી સતત કિડતીમાં પથરી દુખાવો, એની સાથે 7 એક વર્ષથી ફેફસાનો ટીબી – કે જેની વ્યવસ્થિત સારવાર એક કોર્ષમાં પૂરી ન કરવાના લીધે વારંવાર થયા કરતો, એને જેના લીધે દર્દીનું જમણી બાજુનું ફેફસું મોટાભાગનું નબડું થાય ગયેલ હતું.

એને તેની આડઅસર રૂપે દર્દીને સીવીયર પલ્મોનરી આર્ટરી હાઇપરટેંશન (RSVP 94 + RAP mmhg) પણ નિદાન થયેલ શરીરમાં ટીબીનું ઇંફેકશન, કિડનીમાં લાબા સમયથી પથરી ,ઉપરથી દર્દીનું બેઈઝલાઇન બ્લડપ્રેસર 80 /40 mmhgની આસપાસ રહેલું આ બધા જોખમોના લીધે દર્દીને ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ઓપરેશનનું અને અનેસ્થેસિયાનું જોખમ લેવાની ના પાડવામાં આવી અંતે દર્દી આયુષ હોસ્પીટલમાં આવતા અહીના નિષ્ણાત ડોક્ટરની ટિમ ડો.સ્વેતા પ્રજાપતિ અનેસ્થેટિસ્ટ અને ડો.કેયૂર પટેલ (યુરોસર્જન) દ્વારા જોખમી ઓપરેસન કરવાનું નક્કી કરવામાં આવ્યું. ડો.સ્વેતા પ્રજાપતિએ સેગ્મેંટલ સ્પાઇનલ એનેસ્થેસિયા આપેલ, કેમ કે જનરલ એનેથેસિયા એને સ્પાઈનલ એનેથેસિયા બન્નેમાં જોખમ ઘણું વધારે હતું. સેગમેન્ટલ સ્પાઇનલ એનેથેસિયા આપ્યા બાદ સંપૂર્ણ કિડની સ્ટોનનું ઓપરેશન સારી રીતે પૂર્ણ થયું હતું. ઓપરેશન બાદ 24 કલાક દર્દીને ઓબ્સર્વેશન માટે આઈ.સી.યુ.માં રાખવામા આવેલ, અને ત્યારબાદ વોર્ડમાં એક દિવસ રાખ્યા બાદ દર્દીને રજા આપવામાં આવી હતી.