મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ફેસ સિરામિકની સામે બાલાજી ચેમ્બર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો દિપકભાઈ પ્રભુભાઇ ઇન્દીરાયા (રહે મહેન્દ્રસિંહ હોસ્પીટલની સામે આઠ ઓરડી મોરબી)
તથા દિનેશભાઇ કિશનભાઇ હળવદિયા (રહે-જાબુડીયા પાવર હાઉસની સામે મોરબી) વાળાને રોકડ રકમ રૂ.1200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



