વાંકાનેરમાં LIC અને પોસ્ટ શાખાના એજન્ટના બેગની ચોરી: ફરિયાદ નોંધાઈ

વાંકાનેર શહેરમાં LIC અને પોસ્ટ શાખાના એજન્ટની કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જોકે બેગમાં પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ હોય જેથી પોલીસે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુન્હો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર શહેરમાં પ્રતાપપરા શેરી નં.01 રહેતા જયેશભાઇ મુગંઠલાલ મહેતાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી એલ.આઇ.સી તથા પોસ્ટ શાખાના એજન્ટ હોઇ અને ફરીયાદી પોતાના ગ્રાહકોના પ્રિમીયમની રકમ 30,900 તથા સાહેદોની પાસબુક,ATM કાર્ડ, ચેકબુક, તથા F.D. ના કાગળો સાથેનો ભરેલ બેગ લઈને પોસ્ટ ઓફીસ વાંકાનેર ગયેલ ત્યા માર્કેટ ચોક પાસે આવેલ પોસ્ટ ઓફીસના રાયટીંગ ટેબલ ઉપરથી આરોપીએ ફરીયાદીની નજર ચુકવી બેગ ઉઠાંતરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.