મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી બાલમંદિરની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રવજીભાઇ બાબુભાઇ મકવાણા, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા, વિહરભાઇ મગનભાઇ હમીરપરા, સાગરભાઇ મગનભાઇ બોરાણીયા (રહે. બધા ત્રાજપર ખારી મોરબી)વાળાને રોકડ રકમ રૂ.10,100નાં મુદ્દામાલ સાથે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.