મોરબીના ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા 100% વેરાની વસુલાત કરી

મોરબી જીલ્લામાં પાંચ તાલુકાના 363 ગ્રામ પંચાયતમાં સતત ત્રીજા વર્ષે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા 100% વેરાની વસુલાત કરી છે. મોરબી જિલ્લામાં ઘણી બધી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી કમ મંત્રીઓ 50% પણ વેરા વસૂલાત કરવામાં નિષ્ફળ નીવડે ત્યારે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા અને તલાટી મંત્રી રવિભાઈ હુંબલ સહિત ગ્રામજનોની વેરા ભરવાની જાગૃતતાને કારણે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ ક્રોપ કટિંગ સર્વેમા 100% કામગીરી પૂર્ણ કરી સતત ત્રીજા વર્ષે 100% પંચાયત વેરા વસુલાત કરવામાં આવેલ છે. જે બદલ હવે સરકાર તરફથી અંદાજે રૂ.5 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળવાની છે. આ ગ્રાન્ટ હવે ગ્રામ પંચાયતોને સ્વંભડોળમાં કામ લાગવાની છે.