મોરબી: યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર, નહેરુ યુવા કેન્દ્ર, માય ભારત તેમજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજીત રાજ્યકક્ષાની વિકસિત ભારત યુથ પાર્લામેન્ટનું આયોજન ગાંધીનગર વિધાનસભા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સત્યરાજસિંહ જાડેજાએ જામનગર નોડલ ડિસ્ટ્રિક્ટ માંથી પસંદગી પામી અને વિધાનસભામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ ભારતીય બંધારણના 75 વર્ષ વિષય પર પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું.

