હળવદના ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા નવ જુગારી ઝડપાયા: રૂ.9.58 લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા નવ જુગારીઓને રોકડ રકમ સહિત વેગેનર ગાડી સહિત રૂ.9,58,500ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે એક રેડ દરમિયાન ફરાર થય ગયો હોવાથી તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં બચુભાઈ જીવરાજભાઈ સંઘાણીએ અમુક માણસો જુગાર રમતાં હોવાની હળવદ પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેથી જુગાર રમતા નીતેશ રતીલાલ આદ્રોજા (રહે ફલેટ નં.8 બ્લોક નં.6 નંદની એપાર્ટ સોમનાથ સોસાયટી, મહેન્દ્રનગર), શંકર બેચરભાઈ લોરીયા (રહે. નવા ધનશ્યામગઢ), દિલીપ ઉર્ફે અમુભાઈ કરશનભાઈ વામજા (રહે.રણમલપુર), કિરીટસિંહ ઉર્દૂ ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા (રહે.જીવા તા.ધાંગધ્રા), મુકેશ બાબુભાઇ થળોદા (રહે.રણમલપુર), મુકેશ ગોરધનભાઈ કૈલા (રહે.નવા ધનશ્યામગઢ), રણજીતભાઈ ગગજીભાઇ ચૌહાણ (રહે. કોઢ તા.ધાંગધ્રા), , સુરૂભા હનુભા ચૌહાણ (રહે. કોઢ તા.ધાંગધ્રા), હરેશ અગરસંગભાઈ પરમાર (રહે.સરા તા-મુળી), સહિતના નવેય જુગારીઓને ઝડપી પાડી રોકડ રૂ.7,58,500 તથા વેગેનર ગાડી નં. GJ-36-R-8893 વાળી (કિ.રૂ.2,00,000) મળી કુલ રૂ.9,58,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે અન્ય બચુ જીવરાજભાઈ સંઘાણી (રહે.નવા ધનશ્યામગઢ) જુગારની રેડ દરમિયાન નાશી છુટતા હતા. જેથી પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.