મોરબીના જુના ઘૂટું રોડ પરથી સાવન અને યશ નામના બે મિત્રો બાઈકમાં જતા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે ઓવરટેક કરતી વખતે બાઈકને હડફેટે લીધું હતું. જેના કારણે બન્ને યુવાન પર ટાયરનો જોટો માર્થે ફરી વળતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ મોરબી-2 ઇન્દિરાનગરમાં રહેતા સાગર મોમજીભાઈ પાટડીયાએ ટ્રક નં.GJ39-T-6938ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરીયાદીન ભાઈ સાવન અને તેનો મિત્ર યશ બાઇક GJ33-E-9438 લઈને ગત તા.1 ના રોજ જુના ઘૂટું રોડ પરથી જતા હતા ત્યારે જુના ઘૂટું રોડ પર ત્રાજપર ચોકડીથી કનૈયા પાન તરફ જતી વેળાએ એક ટ્રકને બાઈક ચાલક ઓવરટેક કરતી વખતે ટ્રક સાથે અથડાતા બાઈક ચાલક ત્યાં જ પડી ગયો હતો ફરિયાદીના ભાઈ સાવન અને તેના મિત્ર યશના બાઇકને અકસ્માત નડયાની માહિતી મળી હતી સ્થળ પર જઈને જોતા ભાઈ સાવનના શરીરે માથા ઉપરથી વાહન ચાલી ગયું હોય તેમ લાગતું હતું અને બાઈક રોડ પર પડયું હતું તેમજ અકસ્માત થયેલ ટ્રક પડ્યો હતો.



