હળવદ શહેરમાંથી એક વરલીભક્ત ઝડપાયો: અન્ય એકનું નામ ખુલ્યું

હળવદ શહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે તેની પુછપરછમાં અન્ય એક પણ જુગારમાં સામેલ હોવાથી પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

હળવદ શહેરના ભવાનીનગર સામેના વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અકબર ઉર્ફે હક્કાભાઈ વલીભાઈ કટિયા (રહે.ભવાનીનગર ઢોરો) વાળાને હળવદ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂપિયા 720 કબ્જે કર્યા છે. જ્યારે આરોપીએ વરલી મટકાના આ જુગારના કિસ્સામાં આરોપી રવિ ભૂરાભાઈ રબારી (રહે.ભવાનીનગર) વાળાની સંડોવણીની કબુલતા આપતા પોલીસે રવીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.