મોરબીના ઘુંટુ ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

મોરબી: અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર, જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ, તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી.ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.

આજ રોજ તારીખ ૫-૪-૨૦૨૫ ના રોજ મોરબી-૨ ઘટક ના ઘૂટું ગામે સરમરિયા દાદા મંદિર જગ્યા માં ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું સરમરિયા દાદા મંદિર સાનિધ્યમાં આયોજન કરેલ હતું. જેમાં બાળ વિકાસ યોજના અધિકારી ગોજીયા રમીલાબેન,જીલ્લા પંચાયત ના આઈ.સી.ડી.એસ.શાખાના પ્રતિનિધિ અશોકભાઈ, તાલુકા પંચાયતના સભ્ય વિનોદભાઈ ચોહાણ, ઘૂટું ગ્રામ પંચાયત ઉપ સરપંચ ગૌતમભાઈ ગ્રામ પંચાયત સભ્ય દેવજીભાઈ, મુખ્ય સેવિકા તેમજ ગામના આગેવાન ગણો હાજર રહેલ હતા.