માળિયામાં ગુનાહીત ઇતિહાસ ધરાવતા બે બંધુઓના ગેરકાયદેસર દબાણને દુર કરાયું

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ મોરબી જીલ્લા પોલીસ એક્શન મોડમાં આવીને બુટલેગર તેમજ અસામાજિક પ્રવૃતિઓ આચરનાર ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે.

ત્યારે માળિયા તાલુકાના ખીરઈ ગામે આજરોજ અબ્બાસ હબીબ જેડા અને જાકબ હબીબ જેડાએ ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરેલ હતું. ડીવાયએસપી પી.એ.ઝાલા, માળિયા પીઆઈ આર.સી.ગોહિલ, મોરબી પીઆઈ કે.કે.દરબાર તથા પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર સહિતની ટીમ દ્વારા બંન્ને બધુઓના ગેરકાયદેસર દબાણને દુર કરવામાં આવ્યું હતું. બન્ને ભાઈએ અગાઉ અનેક ગુનાહીત ઇતિહાસમાં પણ સામેલ છે. ત્યારે ગેરકાયદેસર સરકારી જમીન પર મકાન ખડકી દેતા અંતે પોલીસ તથા મામલતદાર સહિતની ટીમે કડક કાર્યવાહી કરી હતી.