રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા પોલીસ મથકની સામે ટ્રક અને કારની વચ્ચે ગંભીર અકસ્માતમાં સજાર્યો હતો. જેમાં બે વ્યક્તિને ઇજા પહોચી હતી.
મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે રાજકોટ થી મોરબી તરફ આવતી કાર સાથે ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત હતો. અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો પરંતુ કારમાં સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ હતો. અભિષેક તારવાણી અને હિતેષભાઇ ગેરા નામના બે વ્યક્તિને સારવાર અર્થે રાજકોટ ખસેડ્યા છે. હાલ ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




