તા.5 એપ્રિલના રોજ શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી.આ તકે પર્યાવરણ સંરક્ષણ અને ઈકો ક્લબ પ્રવૃતિને વેગ મળે એ હેતુથી ધોરણ 8 ના બાળકો દ્વારા શાળાને ફૂલછોડના રોપા શાળાને દક્ષિણા સ્વરૂપે અર્પણ કરી ઋણ મુક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે બાળકોએ ભૂતકાળના શાળા,શિક્ષકો,સાથી વિધાર્થીઓના સહવાસ દરમિયાનના સુખરૂપ અનુભવોનું કથન કર્યું હતું.શાળા દ્વારા તમામ બાળકોને ફુલસ્કેપ બુકનો બંચ સેટ ભેટ તરીકે વિધાર્થી ઓને એનાયત કરીને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.સાથે આગામી વર્ષમાં ધો.9 માં 100 % પ્રવેશ માટે સંકલ્પબધ્ધ કરવામાં આવ્યા હતા.તેમજ NMMS પરીક્ષામાં ઉતીર્ણ થનાર 5 બાળકોને પ્રમાણપત્ર વિતરિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકો, સ્વચ્છતા કર્મચારીઓ, મભોયો કર્મચારી ગણ, શિક્ષક ગણ સહ સ્વરૂચિ પંગત ભોજન પ્રસાદ આરોગી આનંદ માણ્યો હતો.. સમગ્ર કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા માટે શાળાના શિક્ષકોએ સુંદર આયોજન કરેલ હતું.



