મોરબી : NMMS પરીક્ષામાં કપોરીવાડી પ્રાથમિક શાળાનું ધમાકેદાર પરિણામ

શાળાના 13 વિદ્યાર્થીઓ 100 થી વધુ ગુણ સાથે પાસ

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે લેવામાં આવતી ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષામાં મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળાનું ધમાકેદાર પરિણામ આવ્યું છે. શાળાના 21 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.જેમાં 13 વિદ્યાર્થીઓ 100 થી વધુ ગુણ સાથે ઉતિર્ણ થયા છે. જેમાં ડાભી જાનવી 144, હડિયલ દીપેક્ષ 144 નકુમ મેહુલ 143, નકુમ રાજુ 137,નકુમ ઈશાંત 132, ચાવડા મિરલ 127, નકુમ સંજના 124, ડાભી કૃપાલી 123,વગેરે શ્રેષ્ઠ ગુણ સાથે ઉતિર્ણ થયા છે. વિદ્યાર્થીઓનું આ શાનદાર પ્રદર્શન દ્વારા શાળા તેમજ સમાજનું નામ રોશન કર્યું છે.

શાળાના આ શ્રેષ્ઠ પરિણામ બદલ વાલી તરફથી શાળાના શિક્ષકો વિજયભાઈ સાણંદિયા, પ્રિયંકાબેન જલુ,સુરેશભાઈ ડઢાણીયા,નરેશભાઈ સરડવા, વર્ષાબેન સરડવા કલ્પેશભાઈ સનારીયા તેમજ શાળાના આચાર્ય સુનિલભાઈ જોશી વગેરે પર આભાર અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.