મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પાથરણા વાળાઓને છત્રી વિતરણ કરાઈ

આજે જયારે સૂર્યનારાયણ પ્રકોપમાન થઇ રહ્યા છે, ને આગ વરસાવતુ આભ ને લુ ઓકતી ધરતીએ જીવ માત્ર ને આકુળ વ્યાકુળ કર્યા છે, જીવવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે જીવ માત્ર ઠંડક શોધવા પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે પરિવારના ગુજરાન માટે પેટીયુ રડતા, ધોમધખતા તાપમાં ખુલ્લામાં ચીજ વસ્તુઓ વહેંચતા નાના ગરીબ લારી, પાથરના વાળા, ફેરિયાઓની તો વાત જ શી કરવી? પરંતુ મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટીને આવા લોકો ધ્યાને આવતા સંસ્થા દ્વારા તારીખ 4 એપ્રિલે સ્ટ્રીટ વેન્ડર્સ માટે ૬ બીગ છત્રિયોં વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તેમને તપતી ગરમીથી મુક્તિ તો નહી આપી શકે પણ રાહત આપનાર સાબીત થશે એ ચોક્કસ છે.

આ એક અતિ ઉત્તમ, સરહાનીય અને માનવતાભર્યું સામાજિક કાર્ય છે, જે વેન્ડર્સ માટે રાહત અને શારીરિક સુરક્ષા આપનારૂ કવચ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

પાથરણા વાળા દ્વારા પણ જેમ ” સુરજ કી ગર્મી સે તપતે હુએ તનકો મીલ જાયે તરૂવેર કી છાયા ” એવાજ અહોભાવ સાથે સંસ્થાના મહિલા અગ્રણીઓનો આભાર માન્યો તોય