ટંકારા તાલુકાના નાના રામપર ગામનો પૂર્વ સહકારી મંડળીનો મંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે.
મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નાના રામપર ગામે રામદેવપીરના મંદિર પાસેથી જાહેરમાં ફેકી પ્રવાહી પીધેલ હાલતમાં રણજીતસિંહ ઉર્ફે રણુભા અલુભા ઝાલા (રહે.નાના રામપર)ને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો હતો. વધુમાં મળતી વિગતો મુજબ પીધેલ હાલતમાં ઝડપાયેલ ઈસમ રણજીતસિંહ ઉર્ફે રણુભા ઝાલા નાના રામપર ગામના પુર્વ સહકારી મંડળીના મંત્રી રહી ચુક્યા છે. હાલ પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




