મોરબી: સાયબર ક્રાઈમ પો.સ્ટે. મોરબી એ પાર્ટ ગુ.ર.નં.૦૦૦૮/૨૦૨૪ બી.એ.એસ.ની કલમ-૩૧૬(૨). ૩૧૮(૪), ૩૧૯/૨),૬૧(૨) તથા આઈ.ટી.એક્ટની કલમ ૬૬(ડી) મુજબની ફરીયાદપક્ષ દ્વારા ફરીયાદ આપેલ, કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી વોટસઅપ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ વાળાએ ફરીયાદ સાથે ફરીયાદીના મોબાઈલ નંબરમાં વોટસઅપ મેસેજ કરી ફરીયાદીને પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે વાત કરી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી અને ફરીયાદી અવારનવાર વોટસએપ ચેટ ધ્વારા આ જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય અને ફરીયાદીને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ફરીયાદીના વોટસએપમાં મોકલી હોય અને ફરીયાદીને રૂ. ૯૮,૦૦,૦૦૦/- ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરેલ હોય જેથી ફરીયાદીએ આ યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ માં રૂ. ૯૮,૦૦,૦૦૦/-આર.ટી.જી.એસ. ધ્વારા મોકલી આપેલ હોય અને ફરીયાદીએ આ શરત ચાંડાક સાથે વાત કરતા પોતે ફરીયાદીને કોઈ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હોય અને ફરીયાદીને જાણવા મળેલ કે આ કામના આરોપી (૧) મોબાઈલ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ તથા (૨) યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ના ખાતાધારકે મળી ગુનાહીત કાવતરુ રચી ફરીયાદી સાથે રૂ.૯૮,૦૦,૦૦૦/- ની વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલ છે.
અરજદાર તરફે તેમના વિ.વ. ડી.એ.પરમાર નાઓએ તેમની દલીલોમાં મુખ્યત્વે એવી રજુઆત કરેલ છે કે, આ કામે નામ. કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે અને ફોજદારી કેસ નં. ૧૧૯૮/૨૦૨૫ થી નોંધવામાં આવેલ છે. એફ.આઈ.આરમાં અરજદાર/આરોપીનું નામ નથી. આ કામે નીવેદનો રીકવરી અને ડીસ્કવરી પંચનામાં થઈ ગયેલ છે. અરજદાર/આરોપી સામે જે આક્ષેપો કરવામાં આવેલ છે તદન ખોટા છે. અરજદાર/આરોપી સામેની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. અરજદાર/ આરોપીને જો તેમને જામીન પર મુકત કરવામાં ન આવે તો તેનું ભવિષ્ય અંધકારમય બની જાય તેમ છે. અરજદા૨/આરોપી કોઈ ગુનાહીત ઈતીહાસ ધરાવતા નથી. અરજદાર/આરોપીને જેલમાં રહેવું પડે તો તેમના પરીવારજનોને નુકશાની વેઠવી પડે તેમ છે. અરજદાર/આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં ન આવે તો પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. આમ,બંન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ ડી.એ.પરમાર દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી હીરેન પી. કંડેરા, દેવકરણ એ.પરમાર, હિના એન.સંધાણી રોકાયેલા હતા.



