મોરબીના વીસીપરા સ્મશાન રોડ ઉપરથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે એક ઈસમને દબોચી લીધો છે.
મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસને મોરબી વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક ઇસમ દેશી હાથ બનાવટનો કટો બંદુક સાથે આંટાફરે કરતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે વિસિપરા સ્મશાન રોડ ઉપરથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે આદિનાભાઇ ઇકબાલભાઈ મકરાણી (રહે, કે.જી.એન પાર્ક બાવડીયા પીરની દરગાહ સામે વાવડી રોડ મોરબી-1)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દેશી બનાવટની બંદુક (કટો) નંગ.1 (કિં.રૂ.5000) કબ્જે કરી ઇસમ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણાસર કાર્યવાહી કરી અટક કરી ગુનો રજીસ્ટર કરાવેલ છે.




