મોરબી: વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ-ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી દ્વારા 14 એપ્રિલને સોમવારે બપોરે 12:30 થી 2:30 કલાકે ડો.બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, ટંકારા ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.
આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી તેમજ લોહીના ગ્રુપની તપાસ પણ ફ્રી માં કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં રાજકોટની ખ્યાતનામ અને નામાંકિત ગોકુલ હોસ્પિટલની તબીબ ટીમ હાજર રહેશે તો ટંકારા પંથકની જાહેર જનતાને આ કેમ્પનું લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં નામ લખાવવા માટે મો.7820074200 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.




