મિશન નવ ભારત મોરબી જિલ્લાના યુવા મોરચાના હોદેદારોની વરણી કરાઈ

મોરબી: મિશન નવ ભારત મોરબી જિલ્લાના યુવા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે. મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરિયા, મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી દ્વારા મોરબી જિલ્લા યુવા મોરચાના હોદેદારોની વરણી કરાઈ છે.

મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ તરીકે આર્યનભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે ભાવેશભાઈ પટેલ અને પરમભાઈ જોલાપરા, ઉપપ્રમુખ તરીકે દીપેનભાઈ ભટ્ટ, દિવ્યરાજસિંહ રાણા, વિરાટભાઈ ભાટિયા, હેતભાઈ કંઝારિયા, મંત્રી તરીકે નિલેશભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ છનીયારા, ભાવિકભાઈ કુંભરવાડીયા, અને રૂષીરાજભાઈ ગોસ્વામીની વરણી કરાઈ છે…