મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શ્રમ,રોજગાર,પંચાયત,કૌશલ્ય નિર્માણ , ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાના સ્વ.પુત્ર પ્રશાંત મેરજાની 17મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે 13 એપ્રિલના રોજ GMERS સિવિલ હોસ્પિટલ – મોરબીના જરૂરિયાત મંદ લોકોની અને દર્દીઓની સેવા અર્થે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી.સરડવાએ 49મી વખત રક્તદાન કરી સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પિત કરી “રક્તદાન એ જ મહાદાન”……”રક્તદાન કરીએ મહામૂલ્યવાન માનવ જિવન બચાવીએ” એ ઉક્તિ ને સાર્થક કરી બતાવી છે. થોડા દિવસો અગાઉ પણ મણીલાલ વી.સરડવાએ પોતાના પૌત્રના જન્મદિવસ નિમિત્તે 48મી વખત રક્તદાન કર્યું હતું.મણિલાલ સરડવાએ 51 વખત રક્તદાન કરવાનો સંકલ્પ કરેલ છે.



