મોરબી: સાર્થક વિદ્યામંદિરમાં 14 મી એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી ઉજવણી અંતર્ગત તારીખ 12 એપ્રિલના રોજ કાર્યક્રમ યોજાયો હતો. ભારતના બંધારણના નિર્માતા એવા ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે નાટક, વક્તવ્ય, શપથ, ગીત, કાવ્ય તેમજ પુસ્તક પરિચય રજૂ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ પરમારે કર્યું હતું. શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.



