મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષ પણ હનુમાન જયંતીના દિવસે યજ્ઞનું આયોજન કરાયું હતું આ વર્ષે યજ્ઞમાં મનીષભાઈ ભટ્ટ અને તેના પરિવારના યજમાન પદે યજ્ઞનું આયોજન કરાયું હતું અને યજ્ઞમાં આહુતિ આપી હતી ત્યારે મોરબીની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ ભટ્ટ પરીવારના લોકો હાજર રહ્યા હતા અને યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ તેજસભાઈ ભટ્ટ સહિતના ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી.

આ ધાર્મિક કાર્યમાં બળવંતભાઈ એલ. ભટ્ટ, જે.પી. ભટ્ટ, પ્રવીણભાઈ ભટ્ટ, દર્શનભાઈ ભટ્ટ, કપિલભાઈ ભટ્ટ, હિતેષભાઈ બી. ભટ્ટ, અનંતરાય ભટ્ટ, રાજુભાઇ ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ, મહેશભાઇ આર. ભટ્ટ, જિજ્ઞેશભાઈ ભટ્ટ અને હિમાંશુભાઈ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકો સહપરિવાર હાજર રહ્યા હતા.