મોરબીના રફાળેશ્વર તાલુકા શાળાની વિવિધ પેટા શાળાના આચાર્યઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી: રફાળેશ્વર તાલુકા શાળાની પેટા શાળા પ્રેમજી નગર પ્રાથમિક શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તાની જિલ્લા ફેરથી જુનાગઢ જિલ્લામાં બદલી, નવા મકનસર પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરભાઈ રાઠોડની બઢતી સાથે વાંકાનેર તાલુકામાં મદદનિશ કેળવણી નિરીક્ષક તરીકે બદલી તથા વાદી વિસ્તાર પ્રાથમિક શાળાના આચાર્ય અજયભાઈ ખખ્ખરની વય નિવૃતિ થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી બંધુ નગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ કર્યું હતું. આ તકે કાર્યક્રમમાં સીઆરસી કો ઓર્ડીનેટર રમેશભાઈ હુંબલ, ધીરુભાઈ જાકાસણીયા, મયુરભાઈ રામાવત, અશોકભાઈ ઘોડાસરા, રમેશભાઈ છૈયા, આશિષભાઈ ચૌહાણ, કિશોરભાઈ ભટાસણા, પરેશભાઈ પઢારીયા તથા સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા.