મોરબીના મોડપર ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એમ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત:સુખાય યોજના અભિમન્યુ શરુ કરવામાં આવ્યું છે.ત્યારે 24 એપ્રિલ ના રોજ મોરબી ઘટક 1ના બગથળા સેજા ના મોડપર ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગર્ભ સંસ્કાર વિધિ મા 5 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મા ગામ ના સરપંચ શ્રી સંગીતાબેન કાગથરા તેમજ સબ સેન્ટર મોડપર સ્ટાફ દર્શનાબેન (CHO), અલ્પાબેન(FHW)આંગણવાડી વર્કર મનીષાબેન પરમાર, હેલ્પર રેખાબેન કુંડારીયા અને ગ્રામજનો આ કાર્યક્રમ મા ઉપસ્થિત હતા અને સગર્ભા બહેનો ને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમ ના દાતા મોડપર ગામ ના સરપંચ સંગીતાબેન કાગથરા સગર્ભા બહેનો માટે પોષ્ટિક કીટ (ખીર પુરી)વિતરણ કરવામાં આવ્યા હતા