વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો

“શાળા એ જ વિદ્યાર્થીનું માત્ર અધ્યયન સ્થળ જ નથી, પરંતુ આત્મિક વિકાસની જગ્યા પણ છે.”
વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ભણતા ધોરણ આઠના બાળકોને વિદાયમાન આપવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ધોરણ 5 થી 7 ની બહેનો દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકો દ્વારા વક્તવ્ય રજૂ કરાયા.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અને અને અનિમેષભાઈ દુબરીયા દ્વારા બાળકોને ભરપેટ પાણીપુરીનો નાસ્તો કરાવવામાં આવ્યો.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત,હિરેનભાઈ ઠાકર, ધર્મેશભાઈ પટેલ તથા હેતલબેન મકવાણા ખૂબ જહેમત ઉઠાવી હતી. શિક્ષકો દ્વારા બાળકોને ભવિષ્યમાં ખૂબ આગળ વધી પોતાની શાળા અને પરિવારનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.