મોરબીમાં તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ આરોપી સલીમભાઈ યાકુબભાઈ વારૈયા તેના આઈશર ટ્રકમાં માલ સામાન ભરી જતા હોય મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રાફીક પોલીસ વાળાએ આરોપીને વાહન ઉભું રાખવાનું કહેતાં વાહનની સ્પીડ ધીમી ક૨વા જતા સમયે ટ્રાફીક પોલીસના કર્મચારીને ટ્રક અડાડી દઈ ગંભીર ઈજાઓ પંહોચાડવાનો મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બનેલ . ત્યાર બાદ ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ ક૨વામાં આવેલ. જેથી આ ગુનામાં ચાર્જશીટ રજુ થતાં આરોપી દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં આ ચકચારી પ્રકરણના આરોપીના જામીન સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે.
જેમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ ખુશ્બુ પી.વીસાણી રોકાયેલ હતાં. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતાં. જેમાં વકીલ ખુશ્બુ પી.વીસાણી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતાં મોરબીની સેશન્સ કોર્ટ દ્રારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.



આ કામમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ ખુશ્બુ પી.વીસાણી રોકાયેલ હતાં.
