આપણા ઘર, દુકાન, કારખાના, ઓફિસ સહિતના સ્થળે બ્લેક આઉટ- સંપૂર્ણ અંધારપટ કરી સુરક્ષા અને સલામતીના પગલામાં સહભાગી બનીએ
મોરબી જિલ્લામાં યુદ્ધ કે આકસ્મિક પરિસ્થિતિમાં કોઈ અનિચ્છિય બનવા પામે તે માટે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સમાં સહભાગી બની આવતીકાલે રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટમાં સમગ્ર મોરબી જિલ્લાના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



બ્લેકઆઉટ એ યુદ્ધ સમયની રણનીતિ છે. બ્લેકઆઉટ ઘરો, ફેક્ટરીઓ, દુકાનો અને વાહનોની લાઇટિંગને નિયંત્રિત કરે છે, જેમાં બારીઓ ઢાંકવી અને સ્ટ્રીટ લાઇટ બંધ કરવી વગેરેનો સમાવેશ થાય છે. યુદ્ધ સમયની મહત્વની આ રણનીતિમાં કૃત્રિમ પ્રકાશને ઓછામાં ઓછો કરવામાં આવે છે જેથી દુશ્મન વિમાનો કે સબમરીનને લક્ષ્ય શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. જેના પગલે મોરબી જિલ્લામાં ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
