માળીયા ગામની સીમમાં હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મીંયાણા ગામની સીમ ગુલાબડી વિસ્તાર પાસેથી પાસેથી હાથ બનાવટની જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે એક શખ્સને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા મીંયાણા ગામની ગુલાબડી વિસ્તાર પાસે આવેલા ઇન્ડીયા કારખાને જવાના રસ્તા પાસે એક શખ્સ પોતાની પાસે એક જામગરી હથીયાર સાથે રાખ્યું હોવાની બાતમીના આધારે શખ્સને ઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની 3 હજારની કિંમતની જામગરી બંદુકના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી સિંકદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયા રહે. માળીયા મી સરકારી હોસ્પીટલ પાસે તા. માળીયા (મીં)વાળા વિરુદ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.