મોરબીની નવયુગ સ્કૂલનો ડંકો, સતત બીજા વર્ષે 97.33% સાથે શાળાનું ઝળહળતું પરિણામ

મોરબીની સૌથી જુની અને વિશ્વાસપાત્ર શૈક્ષણિક સંસ્થા એટલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન. વર્ષોનો બહોળો અનુભવ ધરાવતી આ જ નવયુગ સ્કૂલે સતત બીજા વર્ષે ઝળહળતું પરિણામ મેળવી ડંકો વગાડ્યો છે.

સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-12 કૉમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-12 કૉમર્સના નવયુગના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા હાંસલ કરી છે. નવયુગના વિદ્યાર્થી બાવરવા વેદ તુષારભાઈએ 95.71% અને 99.97 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમાંક અને સમગ્ર બોર્ડમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સાથે 15 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને A2 ગ્રેડ સાથે 52 જેટલાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે, જેમાં 99 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 12 અને 95 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 29 અને 90 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 53 જેટલી રહી છે. એકંદરે ધોરણ-12 કૉમર્સમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ સાથે શાળાનું પરિણામ 97.33% રહ્યું છે. ઝળહળતું પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ વિદ્યાર્થીઓને પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.