ભારત પાક. વચ્ચે સંભવિત જંગ ના માહોલને પગલે બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ પાડવા યુવા શક્તિ ગ્રુપ મોરબી સ્ટેન્ડ બાય

મોરબી : પહલગામ હુમલાના જવાબ ના ભાગરૂપે ગત રાત્રીના “ભારતીય સેના” એ “ઓપરેશન સિંદૂર” ને અંજામ આપ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય સેના માટે ગર્વ સાથે ખુશી નું માહોલ તો છે પણ સાથે સાથે પાકિસ્તાન પણ પોતાના આદત પ્રમાણે કોઈના કોઈ કાકરી ચારો કરી શકે છે એવુ ધ્યાન માં રાખીને સમગ્ર દેશ ને હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યો છે તેમજ ભારતીય સેના, ભારત સરકાર ની સાથે સાથે મોરબી વહીવટી તંત્ર પણ સંભવિત કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સજ્જ છે પણ જેમકે આપડે જાણિયે છીયે કે બ્લડ ફક્ત માણસ થી જ માણસ ને આપી સકાઈ છે ત્યારે મોરબી માં બ્લડ ની દરેક ઇમર્જન્સિ જરૂરિયાત પૂરી પાડતુ યુવા શક્તિ ગ્રુપ સંભવિત માહોલ ને ધ્યાન માં રાખી તેમજ આપડું કચ્છ બોર્ડર એરિયા માં આવતું હોઈ ને જે સૌથી વધારે પ્રભાવિત ઝોન માં આવે છે ત્યારે મોરબી ની અલગ અલગ સંસ્થાઓ મોરબી વહીવટી તંત્ર સાથે કોઓર્ડીનેટ કરી રહી છે ત્યારે યુવા શક્તિ ગ્રુપ, મોરબી ઈમરજન્સી બ્લડ ની કોઈ પણ જરૂરિયાત પૂરી પાડવા સ્ટેન્ડ બાય રહેશે

કોઈ પણ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત માટે ગ્રુપ ના હેલ્પલાઈન નંબર 93493 93693 પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયા ની યાદી માં જાણવામાં આવ્યું છે.