મોરબી : પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસના જવાનો માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાન માટેનું આયોજન કરાયું

સમગ્ર ગુજરાતમાં મેદસ્વિતાને નિયંત્રણમાં લાવવા ના હેતુથી સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં પોલીસના જવાનો માટે મકાનસર ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં યોગ પ્રાણાયામ અને ધ્યાન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં પોલીસના જવાનો જોડાયા હતા.

પોલીસની ફરજમાં શરીરની ફિટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. પોલીસ જવાનોનું જીવન અનિયમિતાથી ભરેલું હોવાના કારણે શારીરિક થાક અનુભવતા હોય છે જેના કારણે ડાયાબીટીસ, બીપી જેવી તકલીફોનો ભોગ બનતા હોય છે ત્યારે પોલીસના જવાનોના તન, મનને તંદુરસ્ત રાખવા માટેનો કોઈ રામબાણ ઈલાજ હોય તો તે છે યોગ અને પ્રાણાયામ. નિયમિત યોગ-પ્રાણાયામ કરવાથી તન તંદુરસ્ત બને છે અને મન મજબૂત બને છે. ત્યારે પોલીસના જવાનોની તંદુરસ્તી અને સ્વસ્થ આરોગ્ય માટે ઋષિ પ્રભાકરજી પ્રેરીત સિદ્ધ સમાધિ યોગના આચાર્ય રાજુ પટેલ અને નવનીતભાઈ કુંડારિયા બંને આચાર્ય દ્વારા મોરબીના મકનસર ખાતેના પોલીસ હેડક્વાર્ટરના પ્રાંગણમાં વહેલી સવારે પોલીસ જવાનોને યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.