દેશની હાલની પરિસ્થિતિ અનુસાર સરહદી વિસ્તારોમની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ હાલની પરિસ્થિતિમાં અગમચેતીના પગલારૂપે આજે તા.૧૦/૦૫/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડીઝાસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં મોરબી જિલ્લા પોલીસના કર્મચારી, જી.આર.ડી., હોમગાર્ડ તથા NCC ના જવાનો તેમજ આપદા મિત્ર એમ મળી કુલ ૨૦૦ જેટલા સભ્યોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમમાં સંભવિત તાકીદની કોઈપણ પરિસ્થિતિ સમયે પ્રાથમિક સારવાર તથા ફાયરની બેઝીક તાલીમ આપવામાં આવી હતી.




આ તકે નાયબ પોલીસી અધીક્ષક વી.બી. દલવાડી, જી.આર.ડી પોલીસ સબ ઇન્સ્પેક્ટરઈ જે.ડી. ડામોર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત તથા નાયબ મામલતદાર બી.એસ.પટેલ ઉપરાંત હેલ્થ અને ફાયરના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
