મોરબી : કિરાણા સ્ટોરમાંથી વિદેશી દારૂની 65 બોટલ મળી

મોરબીના શક્ત શનાળામાં ઉમીયા સોસાયટીમાં આવેલી કનૈયા પાન કિરાણા સ્ટોરમાંથી વિદેશી દારૂની 65 બોટલ કિં રૂ. 48,814 ના મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના શક્ત શનાળામા ઉમીયા સોસાયટીમાં આવેલી કનૈયા પાન કિરાણા સ્ટોરમાંથી વિદેશી દારૂની 65 બોટલ કિં.રૂ.48,814 ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઇ ઉર્ફે કાન્તીભાઇ હરજીભાઇ પનારા (ઉ.વ.૪૮) રહે.મોરબી શકત શનાળા ઉમીયા સોસાયટી પાટીદાર હિલ્સ બ્લોકનં.101 મુળ રહે.કોયલી તા. ટંકારાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જુનેદ ઉર્ફે લાલો મહેબુબભાઈ માયક રહે. પંચાસર રોડ ભરતપરા મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.