મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

મોરબી બી ડિવિઝન પોલીસે અમરેલી રોડ પરથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી બે બાઇક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં અમરેલી રોડ પર શ્રદ્ધા પાર્ક પાસે બી ડિવિઝન પોલીસે એક શંકાસ્પદ શખ્સને બે અલગ અલગ કંપનીના મોટર સાઈકલ સાથે જોતા જે બંન્ને મોટર સાઈકલ નંબર પ્લેટ વગરના હોય જે બન્ને મોટર સાઈકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા આ શખ્સ અલ્લાઉદીન સમસીરભાઈ સંધવાણી (ઉ.વ.૨૭) રહે. જોસનગર શેરી નં.૧0 મોરબીવાળાની અટકાયત કરી પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં જોતા બન્ને બાઇક સુગ્નેશ ચંદુલાલ પાટડીયા રહે. રાધેશ્યામ શેરી નાની બજાર મોરબી તથા સુનીતા છગનનાથ બીંડ રહે. સુરત વાળાનુ નામનું બતાવતુ હોય પૂછપરછ કરતા બાઇક ચોરી કર્યાનું જણાવ્યું હતું.