મોરબી : NDPS ના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો શખ્સ નવસારીથી ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS ના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો શખ્સ નવસારીથી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ. એકટ ક. ૮(સી),૨૦(બી) મુજબના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ (ઉ.વ.૪૯) રહે. હાલ બીમલપુર અંબાવાડી લક્ષ્મીનગર નવસારી તા.જી. નવસારી મુળ રહે. ગામ હરીપુર મર્કો તા.હડીયા જી.પ્રયાગરાજ રાજ્ય યુ.પી. ને પોલીસે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપીનુ લોકેશન મેળવી આરોપીને નવસારી ખાતેથી પકડી પાડી સિટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.