કચ્છ ના રાપર તાલુકા ના રહેવાસી ૩૦ વર્ષના દર્દી છે જે ખેતર માં પડી ગયા હતા અને જેના લીધે પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથ માં ખાલી ચડવી, ગરદન માં દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ હતી. ત્યાં હોસ્પિટલ માં બતાવેલ પણ રાહત થઇ ન થતા. આયુષ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ જ્યાં, તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું કે ગરદન ના 5 માં અને 6 ઠા મણકા ની ગાદી ખસી જતા તકલીફ થઇ હતી.
ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલ દ્વારા ઓપરેશન કરવા માં આવ્યું. દર્દી ને હાલમાં દુખાવા માં રાહત છે અને દર્દી હોસ્પિટલ ના તમામ સ્ટાફ અને ડોકટરો નો આભાર વ્યકત કર્યો.





