મોરબી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ; પદાધિકાઓની ઉપસ્થિતિ

કલેક્ટરએ પીવાના પાણી સહિત મૂદ્દે પ્રજાલક્ષી અભિગમ દાખવીને કામગીરી કરવા સૂચના આપી

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવે તથા ચોમાસા પૂર્વે રસ્તાઓ પરના ખાડા બુરી પેચવર્ક કરવામાં આવે તે સહિતના મુદ્દે પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકો તથા સ્વાગત પોર્ટલ અને પી.જી. પોર્ટલ પરની પેન્ડિંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરી એસ.જે. ખાચર, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.