ટુંક સમયમાં ચોમાસું આવી રહ્યુ હોવા છતાં તંત્ર દ્વારા મહેન્દ્રનગર ચોકડી થી માળીયા ફાટક સુધી નો નવો બનતો રસ્તામા હજુ ધણાં કામ બાકી હોવાથી આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા મોરબી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ની દેખરેખ નીચે આવતું મોરબી જેતપર રોડ ના વાઇડ અને રિકન્સ્ટ્રક્શન ના કામ માં રામધન આશ્રમ થી મહેન્દ્રનગર ચોકડી સુધી માં બાકી રહેલ કામ પૂર્ણ કરવા જેવા કે ફાઈનલ સરફેસ કોટ બાકી છે એ પૂર્ણ કરવો.
આપેલ ડીવાઈડર વચ્ચે બેઝ બનાવી ને ફાઈનલ વર્ક પૂર્ણ કરવું.ડ્રેનેજ લાઇન ના ઓપન ભાગ ને બંધ કરવા.મહેન્દ્રનગર નગર ચોકડી પર બ્રીજ નીચે રોડ કરવો. આ તમામ કામગીરી ઝડપી પુરી થાય તો ચોમાસામાં આમ જનતાને હાલાકી નો સામનો કરવો પડે નહીં.





