વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાષ્ટ્રધ્વજ નું મૂલ્ય અને ગૌરવ વધારવામાં આવ્યું

વાત જ્યારે ભારત દેશની આન બાન અને શાન ની હોય અને જ્યારે ઓપરેશન સિંદૂર જેવા સાહસિક પગલાં લેવાતા હોય અને સાથે તિરંગાયાત્રા જેવું અનેરું આયોજન થઈ રહ્યું હોય ત્યારે આપણે જાહેર જનતા દેશ ની ફરજ ના ભાગરૂપે એક સામાન્ય નાગરિક તરીકે આપણા દેશ ના રાષ્ટ્રધ્વજ જો ખંડિત થયેલ, ધૂળ લાગેલ અથવા અન્ય કોઈ પણ રીતે જો રાષ્ટ્રધ્વજ ની ગરિમા સચવાતી ના હોય તો તેને ત્યાંથી કાઢી લેવાની એક દેશ ના નાગરિક ની ફરજના ભાગરૂપે તા.16/05/2025 ને શુક્રવાર ના રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાંકાનેર તાલુકાના નવા BRC તેમજ સંગઠન સાથે રહેલા વાંકાનેરના પ્રાથમિક શિક્ષકો સાથે જોડાઈને આવું એક અનેરું મિશન નિભાવેલ.

જેમાં વાંકાનેર શહેર ના માર્કેટ ચોકથી લઈને પ્રતાપ ચોક, પ્લેહાઉસ, ચાવડીચોક, અને મુખ્યબજર આમ સમગ્ર રૂટ માં અંદાજિત 1.5કિમી ચાલીને જાહેર રસ્તા પર બધે લાગેલ આપણા રાષ્ટ્રધ્વજ ને આપણી ફરજના ભાગરૂપે ત્યાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને ત્યાં રહેલ તમામ નાગરિકોને આ બાબતે વાકેફ કરાયા હતા.. આપ સર્વેને પણ આ બાબતે ખાસ રાષ્ટ્રહિત અને દેશસેવાના આ કાર્યમાં પોતે જાતે જ આ કાર્ય નિભાવવા માટે પણ ખાસ અપીલ છે