સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં BBA સેમ-1 (NEP 2020) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે અગ્રેસર નવયુગ કોલેજનું સર્વોચ્ચ પરિણામ મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં કોમર્સ/મેનેજમેન્ટ કોલેજ નું ઝળહળતું પરિણામ જાળવી રાખ્યું. છેલ્લા ઘણા વર્ષથી આવા ઝળહળતા રીઝલ્ટ માટે ક્વોલિટી એજ્યુકેશન આપતી સૌરાષ્ટ્રની એક અગ્રણીય અને નામાંકિત કોમર્સ / મેનેજમેન્ટ કોલેજ તરીકે ઉભરી આવેલ છે.
પ્રથમ નંબર પર ચાવડા કૃપાલી 90.73% બીજા નંબર પર ઘેટીયા પ્રિયાંશી 89.09% અને તૃતીય નંબર પર ઉઘરેજા ધ્રુવી 86.73% મોરબી જિલ્લામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરેલ છે.
તેમજ Business Mathematics વિષયમાં 3 વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્ક્સ મેળવી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને અભ્યાસ માટેની નવીનતમ પદ્ધતિઓની પહેલ કરવામાં કોલેજનો ટીચિંગ સ્ટાફ હર હંમેશા પ્રયત્નશીલ રહે છે.





સર્વે વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા સર દ્વારા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા
પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી દ્વારા તેમજ કોમર્સ/ મેનેજમેન્ટ વિદ્યા શાખા ના સર્વે સ્ટાફ ગણ તરફથી વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે.
