મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનના ‘GJ36 AS’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૦૪ જૂનથી હાથ ધરાશે

પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન અરજી કરી શકશે

મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AS સિરીઝના નંબર માટેની ટેન્‍ડર પ્રક્રીયા તા:-૦૪/૦૬/૨૦૨૫ થી શરૂ થનાર છે. તા.૦૪/૦૬/૨૦૨૫ થી તા.૧૮/૦૬/૨૦૨૫  સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૮/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૬/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૦/૦૬/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

મોટર વાહનના ઈ-ફોર્મ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં મોરબી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.